વિવિધતા સભર પ્રોગ્રામ આપતુ…….શ્રી પુના કપોળ કપલ્સ

સૌ પ્રથમ શ્રી પુના કપોળ મિત્રમંડળને આ વર્ષે આપણાં સમાજ નાં સભ્યોનું વસ્તીપત્ર તથા વ્યવસાયિક માહિતી પ્રકાશિત કરે છે તે માટે સર્વે કારોબારી સભ્યોને અભિનંદન. પુણેના અમુક કપલ્સ તા. ૨૫/૧૦/૧૯૯૨ ના રોજ સારસબાગમાં ભેગા મળ્યા હતા. ડબ્બા પાર્ટી પછી  “શ્રી પુના કપોળ કપલ્સ” અસ્તિત્વમાં આવ્યું. પાંચ કપલ્સ મંડલ સંચાલન કરે અને દરેક સમાન હોદદો (સંયોજકનો) એવું નક્કી થયું.

આ અરસમા પુણેમાં શ્રી પુના કપોળ મિત્ર મંડળ અને શ્રી પુના કપોળ મહિલા મંડળ એમ બે મંડળો કાર્યરત હતા. યુવાન કપોળ ભાઈ બહેનો એક બીજાના વધારે સંપર્કમાં આવે તે હેતુથી શ્રી પુના કપોળ કપલ્સે વર્ષ દરમ્યાન ૩ થી ૪ કાર્યક્રમ રજુ કરવાનું ચાલુ કર્યું.

ડ્રામા, પીકનીક, પિકચર, ડીનર જેવા પ્રોગ્રામો તો દરેક મંડળમાં થતા જ હોય છે, પરંતુ શ્રી પોણા કપોળ કપલ્સે છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન થોડો અલગ (Off Beat)પ્રોગ્રામ રજુ કર્યા. જે ફક્ત મોજમજા કરતાrelationship, Health, Proper diet, Treking, Adventure વગેરેને લગતા હતા. આ પ્રોગ્રામો મોટાઓએ તો માણ્યાજ છે. પણ સાથે સાથે યુવાનો એન બાળકો વધારે માણ્યા છે અને તે સાથે સાથે જ્ઞાન પણ મેળવ્યું છે.

આપણે પુના સ્થિત છીએ. સદભાગ્યે પુનાની આસપાસ સહયાદ્રીની પર્વતમાળાઓ ફેલાયેલી છે. અનાયાસે આ પશ્ચિમ ઘાટ માણવાનો મોકો મળ્યો છે, તો તે ન છોડવો જોઈએ.

In fact now a days it is a fashion among youngsters to go for treks. Don’t forgets that western ghat is about to become one of the world heritage site

  

 

કપોળ મહિલા મંડળ, પુણે

પુણેમા શ્રી પુના કપોળ મિત્રમંડળ આ વર્ષે આપણાં સમાજનાં વસ્તિપત્રકનું વિમોચન કરે છે તે અભિનંદનીય છે. કપોળ સમાજ મિત્ર મંડળની જેમ પુના ખાતે મહિલા મંડળ પણ સક્રીય કાર્ય કરે છે.

ઘણા વર્ષો પહેલા પુના ખાતે અપણા સમાજના ઓછા ઘરો હતા. તે વખતે સ્વ. હિરાબેન મણીલાલ મહેતાએ કપોળ મહિલા મંડળની  સ્થાપના કરી અને તેનું સુકાન વ્યવસ્થિત ચલાવ્યું. ત્યાર બાદ આપણા ઘરો વઘતા ગયા અને ત્યારે સ્વ. શાંતાબેન દિનકરરાય પારેખઅને નિર્મલાબેન કાંતીલાલ દેસાઈએ મંડળનું સંચાલન તેમના હસ્તક લીધું અને તેમાં સ્વ.પદમાબેન જયંતીલાલ પારેખ અને સરલાબેન હરાગોવિંનદાસ ગાંધીએ પણ ઉમદા સહકાર આપ્યો અને મંડળનું વિસ્તરણ યોગ્ય રીતે કર્યું.

મંડળ વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમ આયોજન કરે છે. જેમકે બોળચોથ, શીતળાસાતમ, તીળ-ગુળ, નવરાત્રી ગરબા અને શરદોત્સવ એ સિવાય મંડળ ધાર્મિક સ્થળના પર્યટનનું પણ આયોજન લારે છે હાલમાંજ મંડળે ઉત્તરભારત બેથ્કાજીના દર્શનાર્થેપર્યટનનું આયોજન કરેલ છે.

મંડળની હાલની કારોબારીમાં નિર્મલાબેન દેસાઈ (પ્રમુખ) ઈલાબેન જે. પારેખ (સેક્રેટરી) મૃદુલાબેન મધુકાંત મહેતા(સહ -સેક્રેટરી), ચારૂબેન પવિણાભાઈ મહેતા, દિનતાબેન પ્રવિણભાઈ મહેતા, રેખાબેન હસમુખભાઈ કાણકીયાનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થાય છે.