Address of 84 Bethakji of Shri Mahaprabhuji.  

Click here to download PDF

બેઠકજીએ ઝારીજી ભરવા કેવી રીતે જશો ?


પુષ્ટિમાર્ગી સેવાની બધીજ વસ્તુ ભાવાત્મક છે દરેક વસ્તુમાં પ્રભુ સ્વરૂપે બિરાજે છે. તેવી ભાવથી તે વસ્તુ સાથે વ્યવહાર કરવો. વિવેક, ધૈર્ય અને આશ્રયનું શ્રવણ હરેક એક પળ કરવું. બેઠકજીમાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજે છે તેવી ભાવના કરવી. આ ભાવના હશે તોજ શ્રી મહાપ્રભુજીને શ્રમ ના પડે તેવી રીતે ઝારીજી ભરાશે. ધક્કામુકી કરવાથી શ્રી મહાપ્રભુજીને શ્રમ થાય તે ન ભૂલવું. ખુબા સાવધાનીથી, શ્રદ્ધાથી અને ભાવનાથી ઝારીજી ભરવા જોઈએ. બેઠકજીએ ઝારીજી ભરવા જતી વખાતે કંતાનની ટેલીમાં કોરા વસ્ત્રો, સ્નાન કરવાનું વસ્ત્ર, કોરો ટુવાલ, મીસરી, સુકો અને લીલો મેવો ધોતી ઉપરણા અને અત્તર વિ. લઈ જવું. જો બેઠકજીએ પ્રસાદ લેવાનો હોય તો પ્યાલો પણ સાથે રાખવો અને તુલસીની માળા બેઠકજીએ ધરવા રાખવી. ઝારીજી ભાર પહેલા સ્નાન કરવાનું હોય છે આ માટે બેઠકજીમાં જે જગ્યાએ સ્નાન કરવાનું નક્કી કર્યું હોય તર્યા સ્નાન કવાનું વસ્ત્ર પહેરીને જવું. પરનાળાનો ના કંતાનથી ખોલવો અને સ્નાન કરવું. શરીરનો કોઈ ભાગ કોરો ન રહી જાય તે જોવું. સ્નાન કર્યા પછી વસ્ત્રો જે લાવ્યા હો તે પહેરવા. પછી માથું ઓળવું. ચરણામૃત લેવું અને પછી તિલક કરવું. આમ કર્યા પછી હાથ ખાસાકરવા પછી જે લીલો મેવો તમે લઈ ગયા હો તે જળથી ધોયા પછી મેવાને લુછી નાખવો. સમારી લઈ ને મેવાને દેનામાં સિધ્ધ કરવો દુનાની ઉપરની ટોચ તોડી નાખવી. મેવો સિદ્ધ કરતી વખતે બોલવું નહિ. બનેતો કોરો રૂમાલ મોઢે બાંધી દેવો, પછી હાથ ખાસા કરવા. સુકો મેવો (દ્રાક્ષ. કાજુ, સિંગદાણા, વી.) સિદ્ધ કરવો.

દ્રાક્ષની ડાળખીયો તોડી નાખવી. આ સુકો મેવો પણ એક દુનામાં રખાવો મિસરી મોટી હોય તો ઝીણા ટુકડા કરવા, સિદ્ધ કરેલ મેવાને ઢાંકી દેવો પછી હાથ ખાસા કરવા, હાથ ખાસા કર્યા પછી દરેક વખતે હાથ લુછવાનું ના ભૂલાય. સેવામાં હો ત્યારે મુઠ્ઠી વળીને બેસવું. જો કોઈ પ્રવાહી સામાગ્રી ધરવાની હોય તો ચમચી અવશ્ય રાખવી, પછી નિજ મંદિરમાં જવું. બન્ને હાથે ભોગ કરવા નહિ. નિજ મંદિરમાં જઈ પ્રથમ બેઠકજી ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. કેશ્સર સ્નાન કરવાનો મનોરથ હોય તો ઘેરતી જે કેસર લાવ્યા હો તે જળમાં લસોટીને તૈયાર રાખવું. પછી ધીરે ઘીરે કોમળતાથી બેઠકજીને કેસર સ્નાન કરવાવું. પ્રથમ ચરણારવિંદ પછી શ્રીઅંગને સ્નાન કરાવવું. પછી બેઠકજીને કેસર સ્નાન કરવું. મુલાયમ અંગવસ્ત્રથી કોમળ હાથથી શ્રીંઅંગ પોછવું. પછી અત્તર સમર્પવું પછી મુખિયાજી બતાવે તે પ્રમાણે તિલક કરે તો જમણા ખભે આપણો જમાણો હાથ મુકવો. સેવા વખતે કદીપણ ક્રોધ ના કરવો, ક્રોધ કરવાથી અપરસ છુટી જાય છે તે ન ભૂલવું. પછી ગાદી તકિયા ઉપર મુખિયાજી જે રીતે કહે તે રીતે ધોતી-ઉપરણા ધરવા. અત્તર સમર્પવું. ઝારીજી ભરતી વખતે યમુનાષ્ટકનો પાઠ કરવો અને ઝારીજી ઉપર લાલ વસ્ત્ર લપેટવું. અ લાલ વસ્ત્રને નેવરો કહેવાય છે. વૈષ્ણવના જમણા ખભે આપણો જમણો હાથ રાખવો. ઝારીજી મહાપ્રભુજીની ડાબી બાજુ પધરાવવાં. ઝારીજી પધરાવ્યા પછીજે સામગ્રી તૈયાર કરી હોય તે ચોકી ઉપર પધરાવવા પછી ટેરો સરકાવી બહાર આવવું. બહાર આવી સર્વોત્તમનો પાઠ કરવો.

બ્રહ્મ સંબંધ મંત્ર મનમાં બોલી જવો. યામાંનાષ્ટકાનો પાઠ કરવો. તેરો ખુલે એટલે બેઠકજીએ જઈ બેઠકજીને ચરણ સ્પર્શકરતી વખતે પડાપડી કરવી નહિ. વૈષ્ણવોએ લાઈનમાં ઉભા રહી ચરણ સ્પર્શ કરવો. ચારણ સ્પર્શકરતી વખતે હાથ ઉપર અત્તર લગાડવાનું ન ભૂલાય, પ્રથમ ડાબા ચરણારવિંદને અને પછી જમણા ચરણારવિંદને સ્પર્શ કરવો. ચરણ સ્પર્શ કર્યા પછી દંડવત કરવા. પછી પ્રસાદીનો દુનો લઈ ભાહાર આવી તેમાંથી થોડી પ્રસાદી લઈ જમણા હાથથી મોમાં મુંકી અને એ જમણો હાથ ખાસા કરવો ચરણ સ્પર્શ કરતા પહેલા બ્રહ્મસંબંધ મંત્ર બોલવો. ઝારી ભરવા જતા પહેલા અગલા દિવસે ઉપવાસ કરવો પડે છે.