કપોળ જ્ઞાતિની ઉત્પતી

ગલાવાસ્થાપિતા દોતે ગાલવા : સ્ન્તું નામત : | તથાપિ કપોલાખ્યા : કપોલા મ્દુત કુંડલા: ||

આ છ હજાર જે વણિકો છે. તેની સ્થાપના ગાલવ મુનિએ કરેલી છે. માટે તે હજાર ગાલવના શિષ્યો ‘ગોલવા’ એ નામથી કહેવાયા છતાં પણ તેઓએ ગાલા સુધી લાંબા કુંડલો પહેરેલા છે.(અથવા અક્ષ્દુ કુંડલોથી જેના કપોલ એટલેગાલ શોભી રહ્યા છે.) માટે તે એ ‘કપોલ’ એ નામથી વિખ્યાત થયા. કપોલ એ સંસ્કૃત શબ્દ છે

ગાલવા ગાલાવોત્ત ગયે ધૃત ચંચત્ક કુંડલા: | પૃથક સ્થિત્તાસ્તુ કણ્વે કપોલ રૂતિ તે કૃત્તા: ||

અને જે કપોલ ગાલવ મુનિના શિષ્યો તેઓએ કાનની અંદર તેજસ્વી કુંડાલો પહેરેલા હતા, તેઓની કણ્વ મીનીએ ગાલવ મુનિના શિષ્યો કરી જુદી પંક્તિની અંદર મુક્યા અને તેથી તેઓ ‘કપોલ’ નામથી ઓળખાયા, કપોળ કહેવાયાનું બીજું કારણ કપોલાલ‌‍દ્વમ્‍‌ત કુંડલા પહેરેલા હતા : તેઓએ પોતાના કાનમાં પહેરલા કુંડલોનું તેજ કપોળ(ગાલ) સ્થળ ઉપર પડતું હતું, અગર તો કાનમાં પહેરેલા કુંડલોની કાંતિથી તે લોકોના કપોળ(ગાલ) પણ શોભાયમાન દેખાતા હતા, તેથી તેઓ ‘કપોળ ‘ એ નામથી સંબોધવામાં આવેલા છે.

ગોત્રો

કપોળ જ્ઞાતિમાં સંસ્કૃત બતાવ્યા પ્રમાણે એકંદરે ૧૮ ગોત્રો હતા અને તે નીચે પ્રમાણે હતા

ગૌતમ, સાંકાતો, ગાર્ગ્યો, વત્સ, પારાશરસ્તથા | ઉપમન્યુ, બંધિલશ્વ, વશિષ્ઠ, કૃત્સ, પુલ્કસૌ: ||

        કશ્યપ, કૌશિક, વૌભર  દ્રાજ,કપિેષ્ઠિલ | સારંગિરિશ્વ, હરિત, શાંડિલ્ય, શનકીસ્તથા||

(૧)ગૌતમ (૨) સાંકેત (૩) ગર્ગ (૪) વત્સસ (૫) પારાશર (૬)ઉપમન્યુ (૭) બંદિલ (૮)વશિષ્ઠ (૯) કૃત્સ (૧૦) પુલ્કસ (૧૧)કશ્યપ (૧૨) કૌશિક (૧૩) ભારદ્રાર (૧૪) કપિેષ્ઠિલ (૧૫)સારંગિરિ (૧૬)હરિત (૧૭) શાંડિલ્ય (૧૮) શનક.

ઉપર પ્રમાણે બ્રાહ્મણો તથા વણિકો અઢાર ગોત્રની યોજના કણ્વ મુનિએ કરેલી હતી. પરંતુ તેમાંથી અત્યારે કપોળ જ્ઞાતિમાં ચૌદ ગોત્રના મનુષ્યોની હયાતી રહેલી છે. કપોળ ભાઈઓની માહિતી માત્ર તેના બારોટને જ છે . કે જે બરોટોએ પોતાના ચોપડાઓમાં લગભગ બે હજાર વર્ષોની માહિતી વંશ પરંપરાગત સાચવેલી છે

બારોટના ચોપડામાં આપેલા ગોત્રો તથા પુરાણમાં આપેલા ગોત્રોમાં થોડો ઘણો ફેરફાર જણાય છે. બંને પ્રમાણ ૧૮ ગોત્રોનું છે. પણ તેમાં ગોત્રના નામ ફરક તથા અમુક વધતા ઓછા જોવામાં આવે છે, બારોટના ચોપડામાં સાંકેત, કૃત્સ, પુલ્કસ, તથા સનકી આ ચાર ગોત્રનું વર્ણન નથી તેમાં નામો પણ નથી પણ તે ચાર ગોત્રોને બદલે યદુકરણ, કણ્વ, ભાર્ગવ તથા પિપલાદ એમ ચાર ગોત્રો જુદા બતાવે છે. તેમના ભાર્ગવ ગોત્રમાં તથા પિપલાદ ગોત્રમાં દેસાઈ વગેરે હજુ હટતી ધરાવે છે. માટે બારોટ પક્ષને વિશેષ માન્ય કરવું પડશે. બારોટ ચોપડાઓમાં તે અઢારગોત્રો બતાવે છે. તેમાંથી ચારનો વંશ અટકી ગયેલો છે.

કુળદેવીઓ

ત્યાર પછી કણ્વ મુનિએ ક્ષણ માત્ર વિચાર કરીને બ્રાહ્મણો તથા વણિકો પ્રત્યે કહ્યું કે તમારી કુળદેવીઓ કઈ કઈ થશે તે તેમોને કહ્યું  છું.

ચામુંડા, અંબિકા, ગંગા, મહાલક્ષ્મી, કાલેશ્વરી, ચૌરાવાતેશ્વરી, ભોગા વારાહી વગેરે વણિકોની કુળદેવીઓ થશે. હે વણિકજનો સૌરાષ્ટ્ર દેશની અંદર જ્યાં જ્યાં તમો વાસ કરો ત્યાં ત્યાં કુળદેવીઓની પ્રતિષ્ઠા કરીને હંમેશા આંનદથી રહો. ત્યાં ત્યાં દેવીઓનું તેઓએ પુજન કર્યુ છે, તેથી તે દેવીઓ તેઓ કુળને આબાદ કરનારી કુળદેવીઓ થશે.

ગોત્ર તથા ગોત્ર દેવી

(૧) ભુતા :

ગોત્ર – શાંડિલ્ય આ શાડિલ્ય ગોત્રમસ છાંજડિયા, વડગામા, મથુરિયા, ભુવા, કળથીયા સાયર, પૂજાણી, વગેરે આવે છે.

જીથા મહેતા પુત્ર મહેરાજ નામે થયા અને મહેરાજ પુત્ર લક્ષ્મીદાસ ઉર્ફ ભૂટા મહેતા થયા.  ભૂટાના વંશજો ભૂટા અટકથી ઓળખાયા, ઉપરના ભૂટા કુટુંબમાં કુળદેવ ખીમશીયો બોલીયાણામાં પૂજાય છે. માતાજી નવવાનીનાં નૈવેધ આસો શુદ – ૮ અથવા ચૈત્ર શુદ – ૮ મે એમ વરસમાં એક વખત દર વર્ષે થાય છે, તથા પુત્ર જન્મ. સંમીત અને લગ્ન વખતે પણ તે ‘નૈવેધ’ કરવા પડે છે.

(૨) ભુવા :

સવંત ૧૩૦૦ની સાલમાં વણાગ રાજથાળી આવીને વસ્યા ત્યાં વણાગે પોતાની ગોત્ર દેવી અંબાજીની પૂજા કરી શેત્રુંજીના કાંઠા ઉપર આવીને ત્યાર પછી વીંઝણ વાસીની ઉપાસના કરી, અનન્ય ભાવ તથા શ્રદ્ધાથી કારાયેલી ઉપાસના સડે વણાગ ઉપર વીંઝણ વાસિની પ્રસન્ન થયા. વીંઝણ વાસિની ની ઉપાસના કરવાની તેઓ ભુવા નામેં ઓળખાયા અને તે અરસાથી તેમના વંશજો ભુવા કહેવાયા. અંબાજી નામથી મને બોલાવી છે. તેથે  અંબિકા નામથી હું પૃથ્વી ઉપર પ્રખ્યાત થઈશ. મારી અંબિકા નામની મૂર્તિની શ્રદ્ધાથી જે કોઈ મનુષ્ય પૂજા કરશે તે સર્વ પાપમાંથી મુક્ત થઈને સિદ્ધિ મેળવશે.

(૩) બુસા :

વેવાઈવેલાઓ ના ઉદેૃશવાથી બુસા કહેવાયા, બુસાનું ગોત્ર ઉપમન્યુ થી ગોત્રદેવી અંબાજી માતા છે. બીજી વિગત નહીં મળતા જણાવેલ નથી.

(૪) ચિતલીયા :

સં. ૧૮૩૮ ની સાલમાં ચિતળના દરબાર કુંપાવાળી ઉપર ભાવનગરના ગોહેલ આતા કપોળ કુળદીપક હરખજી મહેતાને કેટલુંક લશ્કર આપીને લડાઈ માટે મોકલ્યા. હરખજી મહેતા ચિતળ આવીને ચિતળ ઉપર ઘેરો ધાલ્યો. ઘણા વખત સુધી ઘેરો રહ્યો. પણ કોઈ રીતે ચિતળ હારી શક્યું નહિ, તેથી હરખજી મહેતાએ ચાણક્ય નિતીથી ચિતળમાં રહેતા કપોળભાઈઓ સુધી ચિતળઓ કબજો લીધો અને તેના પરિણામે ઘણાખરા કપોળભાઈઓએ ચિતળ છોડી બીજે ગામ રહેવા ચાલ્યા જવું પડ્યું અને તેઓ અમરેલી, સિહોર, ગુંદરણ, વસીયાળી વગેરે ગામોમાં તેઓ ચિતળના વતની હોવાથી ચિતળીયા. તરીકે ઓળખાયા. તેમાંથી કેટલાક કુંડલા જઈને વસ્યા અને કુંડલા શેઠેના નામથી ઓળખાયા. ઉપરના ચિતળીયા તથા શેઠ કુટુંબન ક્ષેત્રપાળ કટોડીય પૂજાય છે. ચિતળીયા નું ગોત્ર શાંડિલ્ય તથા અંબાજીમાતા ગોત્ર દેવી છે.

(૫) દેસાઈ, મોદી, ગાંધી, ગોરડિયા વગેરે :

આ ગોત્ર પુરૂષોએ સં. ૬૫૬ માં ગામ અરથીલામાં દેસાઈ ગીરી કરેલી હતી અને ત્યાં સં. ૧૦૧૦ સાલ સુધી વસ્યા, અને ત્યાં કેશવ અને રતન નામનાં બે પુરૂષો મહુવા ગામમાં જઈને વસ્યા. ગોત્ર : પીપલાદ (પીપલાસ) ગોત્ર દેવી પીપલવાસીની  સુભદ્રા દધીચિ મુનિનાઆશ્રમમાં આવ્યા. પણ તે અગ્નિમાં પ્રવેશ કરી બળી મરવા તૈયાર થયા. તે વખતે આકાશવાણી થઈ ! તમે તમારા પતિની ‘ઔદાર્વ દૈહિક’ ક્રિયા કરો તેથી આકાશવાણીના કહેવા પ્રમાણે પતિવ્રતા એવા સુભદ્રાએ પતિની ઔદાર્વ દૈહિક ક્રિયા કરી. પછી સુભદ્રા, પીપલ નામના વનમાં જે સ્થળે ગર્ભ ત્યાગ કર્યો હતો તે સ્થળે ગયા. તે સ્થળે પીપળાના ઝડના રસનું પાન કરી રહેલા પોતાના બાળકને જીવતો જોયો શ્રી હરિનું તેણીએ ધ્યાન ધાર્યું. શ્રી હારી પ્રગટ થયા. સુભદ્રાએ પુછ્યું મહારાજ, આ પુત્ર કોનો છે? શ્રી હારીએ કહ્યુંકે હે સતિ ! આ પુત્ર દધિચિ મુનિનો છે. અને તેણે પીપળાના રસનું પાન કરેલું છે માટે આ દધિચિ મુનિનો પુત્ર પીપલાદના નામે પ્રખ્યાત થાશે. પછીથી આ પીપલાદ નામના મહર્ષિ કણ્વ મુનિની રજાથી અંબિકાની આરાધના કરીને તથા પીપળાના પ્રદેશમાં વાસ કરી રહેલા જગધાત્રી ચામુંડા પ્રસન્ન થઈ કહેવા લાગ્યા તું તારી ઈચ્છને પૂર્ણ કર. હે પીપલાદ મુનિ ! તમારાથી આ પીપળના વનની અંદર હું ધ્યાન ધરાયેલી છું. માટે પીપલ વનમાં પ્રગટ થયેલી હું પીપલવાસીની નામે પ્રખ્યાત થઈશ. જે મનુષ્ય વનમાં મારૂ સ્મરણ. પૂજન તથા સ્તુતિ વગેરે કરેશે તો તે સર્વ પાપમાંથી મુક્ત થઈને શ્રેષ્ઠ સિદ્ધિને મેળવશે. પછી થી પીપલવાસીના દેવીએ પીપલાદ મુનિને કહ્યુકે તું આ સ્થળે વાસ કરીને આ સ્થાનનું નિરંતર રક્ષણ કરીશ. એવું કહીને પીપલવાસીની દેવી અંતરધ્યાન થઈ ગયા.

 (૬)દોશી :

દોશીએ કપડાનો ધંધો કરવાથી તેઓ તથા તેમના વંશજો દોશીની અટકથી ઓળખાયા. દોશી કુટુંબ હાલમાં રાજુલા, ડુંગર, મહુવા, અમરેલી, જાદ્રા, સિહોરી, ભાવનગર વગેરે ગામોમાં છે. દોશી કુટુંબની જાણવાગયા જોગ હકીકત : માધવ દોશી સર્વ કુટુંબ સાથે નાસીક, પ્રભાસ તથા ગીરનારની યાત્રા કરી અને પ્રભાસ ત્રીવેણીના કાંઠા ઉપર નારાયણબળી નામનું શ્રધ્ધા સરાવ્યું અને તે વખતે ૫૦૦ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. માધવ દોશી પોતાના ભાઈ નારણનો હાથ કાપીને ચોર લોકો લઈ ગયા તે ની યાદગીરી રાખવા માટે ભાતૃવત્સલ્યતા બતાવી ચાંદીનો હાથ, સોના આંગળા સહીત કરાવી દ્વારકાના તીર્થગોર દૈહિતસા ધનજીને તે હાથ દાનમાં આપ્યો. સં. ૧૯૪ માં હરજીવન દોશીએ મોટી વૃજ યાત્રા કરી ને અને તે વખતે શ્રીનાથજીના મંદિરના બારનું ચોગઠું રૂપાને પત્રે મઢાવી આપી શ્રીનાથજીને અર્પણ કયું.

ગોત્ર પારાશર તથા કનકાઈ ગોત્ર દેવી છે. કનકેશ્વર(કનકાઈ) બીજુ પુરાતન સ્થળ જુનાગઢ સ્ટેશન હદના ગીરના ભયાનક જંગલમાં આવેલું છે. જે સ્થળની આજુબાજુમાં લગભગ દસ દસ ગાઉ એકે ગામ નથી. જંગલી જાનવરોથી આ જંગલ ભરેલુ છે. આવા ભયાનક જંગલમાં પોતાના આશ્રયે રહેલા ભક્તોના દુઃખો દુર કરનાર ભક્તો ઉપર અમૃતમય દ્રષ્ટિથી અવલોકન કરતા જગદંબા કનકેશ્વરી બિરાજે છે. રહેલા જે જગદંબાનું બે મિનીટ સુધી પણ એકીટસે દર્શન કરવા મનુષ્ય સમર્થ નથી આવી તેજોમય મૂર્તિ જાણે પોતાના બાળકો સાથે વ્હાલ ન કરતી હોય ? તે રીતે નયન ગોચર થાય છે. દર્શન કરતા મનુષ્ય પોતાના કાંઈપણ આ જન્મના અગર તો પૂર્વે જન્મોના પાપોથી પોતાની ઈચ્છાને પૂર્ણ કરી શકતા ન હોય ! અનેક ઉપાય યોજવા છતાં પણ સંતતિ આદિ દરેક કામમાં માતુશ્રી કનકેશ્વરન દર્શન માત્રથી જ પુનિતિ થઈ હસતે મોઢે પાછા ફરે છે અને માતૃશ્રીની કૃપાથી પોતાના સર્વ મનોરથો થોડી જ મહેનતથી સફળ કરી શકે છે. આવી રીતે પોતાના અનેક ભક્તોને ત્યાં માતાજી પારણા ઝુલતા કરી આપેલા છે.

 (૭)ગાંધી :

સં. ૧૯૩૦ ની સાલમાં સવજી મહેતા અમરેલી આવીને વસ્યા અને ત્યાં તેમણે ગાંધીપણું કર્યું તેથી તેમના વંશજો ગાંધી કહેવાયા. ગાંધી કુટુંબમાં ઘણા પ્રખ્યાત પુરૂષો થઈ ગયા છે. અને અત્યારે પણ ગાંધી કુટુંબ ઘણું જ આબાદી ભોગવી રહેલું છે. ગાંધી કુટુંબનો બહોળો વિસ્તાર અમરેલીમાં છે. આ કુટુંબમાં ગાંધી વીરમાળા ગાંગજી, અમરશી જીવન, નાથાલાલ હેમરાજ, હંસરાજ ગીરધર વગેરે ચારિત્ર્યશીલ પુરુષો થઈ ગયેલા છે.

 (૮)ગોરડીયા :

મહુવાથી કરસનજી નામના પુરુષ સં. ૧૨૨૩ માં ગામ ગોરકડામાં જઈ વસ્યા. ગોરક્ડામાં વતન થવાથી તેઓ તથા તેમના વંશજો ગોરડીયા કહેવાયા.

 (૯) હકાણી :

હકુ મહેતા વંશજો હકણી કહેવાય. આ હકાણી કુટુંબના વંશજો એકાલેરમાં રહેતા અને ત્યાંથી દયાળ પુરુષો તેમન કુટુંબ દામનગરમાં આવ્યું. આ દયાળ પુરુષે સં. ૧૯૭૪ તથા સં. ૧૯૭૫ ના દુષ્કાળ તથા ઈનફલ્યુએન્ઝાના વખતમાં દામનગરમાં  માણસો માટે અનાજ, દૂધ, દવા, વગેરે તથા ગાયોના ઘાસને માટે કેટલ કેમ્પમાં કુલ મળી રૂ. ૫૦૦૦/- ની મદદ જાહેર પ્રજાને આપી, કંઈ દુઃખી જીવાત્માઓની આશિષો મેળવી. ઉપમન્યુ ગોત્ર – અંબાજી ગોત્ર દેવી છે.

 (૧૦) કાચરિયા :

આ અટકના માણસો હાલના બગસરા, તડ(દીવ પાસે), ગીર, જેતલસર, મુંબઈ,વરઘા, ખંડવા વગેરે ગમોમાં રહે છે.

 (૧૧) કાણકીયા :

ગોત્ર પારાશર : કનકાઈ(કનેશ્વર) ગોતેદેવી સં. ૧૦૩૫ માં ભીમશાએ સંતતિના અભાવે કનકાઈની યાત્રા કરેલી હતી. આ યાત્રા કરેલી હતી. આ યાત્રાથી માતાજીએ પ્રસન્ન થઈ તેને ત્યાં પુત્રનું સુખ આપેલુ હતું. માતા કનકાઈની પ્રસન્નતાથી પોતેને ત્યાં જન્મ થયેલો હોવાથી તે પુત્રનું નામ કનકીદાસ પાડવામાં આવેલું હતું. કનકીદાસના વંશજો ‘કણકીયા’ કહેવાયા અને તે અરડીલે(લાઠી) પાસે વસ્યા કનકાઈ કનકેશ્વર માતાજી બહુ જ પુરાતન સ્થળ જુનાગઢ રાજ્યની હદના ગીરના ભયાનક જંગલમાં આવેલું છે. જેની વિગત દોશી કુટુંબમાં આવેલ છે.

 (૧૨) કરવત :

ગોત્ર ભારદ્રાજ દ્રારવાસીની દેવી. કુંપા મહેતા નાગધારના ગરાસિયાઓ સાથે ધીંગાણા થવાથી તેમાં તેઓ મરાયા. તેની યાદગીરીમાં તેઓનું મૃત્યુ થયું તે સ્થળે વંશજોએ ખાંભી બેસાદી. તે કુટુંબમાં કુંપા મહેતાની ખાંભી(પાળીયો) પૂજાય છે. આ કુંપા મહેતા વંશજની એક પાંખી  ગામ દેરડીમાં વસી અને તેઓ કરવતની શાખથીઓળખયા. કરવત શાખનું એક કુટુંબ હાલ અમરેલીમાં છે.

 (૧૩) કોઠારી:

કોઠાર ભરવા, સાચવવા વગેરે ધંધાથી કોઠારી કહેવાયા હાલ તે કુટુંબના વાંશજો વિઠ્ઠલદાસ તથા તેમના પુત્રો હરિપ્રસાદ, શાંતિપ્રસાદ, ચુનીલાલ, વસંતરાય વગેરે છે.

ગોત્રો : ઉપમન્યુ અને માતાજી ગોત્ર દેવી છે.

 (૧૪) કિકાણી, કટકિયા :

ગોત્ર : ગૌતમ નામા મહેતા વંશજો નામાણી કહેવાય છે. તેની એક શાખા ભાવનગરમાં છે. અને ત્યાં તેઓ ફાફડીયાની અટકથી ઓળખાયા છે તેમજ તેમની બીજી શાખા મુંબઈમાં છે. તે કટકિયા અટકથી ઓળખાયા છે. ભાવનગર ગૌતમ ગોત્રમાં પ્રાણજીવન ડોસાના પુત્ર દેવશંકર ધણા જ બહોજ માણસ હતા અને જ્ઞાતિમાં દિપક સમાન હતા.તેણેજ્ઞાતિ માટે ધણી ઉચ્ચ ભાવનાઓ બતાવેલી હતી.

 (૧૫) મથુરિયા :

સં. ૧૫૪૮ અને તેજ અરસામાં મૈદા સંધવીએ મથુરા સંધ કાઢ્યો તેથી તે ના વંશજો ’મથુરિયા’ કહેવાય. મથુરિયા કુટુંબ વિષે : કારતી કાન પડી મુજને, વળી ઘરોઘર વહેતી થતી. મહાજનમેં મહીપલો મહીં, વળી કુળની નીકળી જગખ્યાતી. તે કુળની ઘણી દાનવૃત્તિ થકી, કુળ કપોળની શોભતી દ્રષ્ટિ થકી કુળ દેખું મથુરિયા. હર્ષ થકી વધતી મુજ છાતી. ગોત્ર – શાંડિલ્ય – ચાંદલસ ગોત્રદેવી – અંબાજી – સમુદ્રી માતાજી છે.

 (૧૬) મહેતા :

છાંજાડીયા મહેતા : પહેલા અટકોના વિભાગો ન હતા અને મહેતા નામથી જ સંબોધતા હતા પ સવંત ૨૭૨ ની સાલમાં થાન કંડોળા નગરનો નાગ તક્ષક લોકોએ નાશ કર્યા પછી ત્યાંથી નારદ મહેતા છાંજડ ગામમાં આવીને વસ્યા અને તેથી તે તથા તેમના વંશજો ‘છાંજાડીયા મહેતા’ ના નામથી ઓળખાયા.

વડગામા મહેતા : નારદ મહેતા કેટલાક વંશજો સંવત ૧૦૫૦ માં વડગામ આવીને વસ્યા. તેથી તે વડગામ ગામના નામ ઉપરથી તેઓ ‘વડગામા મહેતા’ કહેવાણા

પાનુડા મહેતા : સંવત ૧૦૫૦ માં ખોડીદાસ ગામ પનુડે આવીને વસ્યા તેથી તેના વંશજો ‘પાનુડા મહેતા’ નામથી ઓળખાયા. પનુડામાં આવીને ખોડીદાસે પોતાના ગોત્ર દેવી ચામુંડાની બહુ સારા પ્રમાણમાં પુજા કરી તેથી તે કુટુંબમાં હજુ સુધી ચામુંડા ગોત્ર દેવી પૂજાય છે.

 (૧૭)મોદી :

લાઠીમાં સવંત ૧૮૧૩ માં કરિયાણ વસ્યા અને ત્યાં જઈ કાથી લોકોનું મોદીખાનું રાખ્યું. તેથ તેઓ ‘મોદી’ કહેવાયા આ મોદી કુટુંબમાં વંશજો હાલમાં ચિત્તળમાં છે આ કુટુંબમાં મુળપુરુષ વિમલ ગાંધી ગાઈ ગયા છે. અને ત્યારે પછી તેવા વંશજો મોદીપણું કરેલું હોવાથી તેમના કેટલાક માણસો મોદી અટકથી ઓળખાય છે તેમનું મોડી કુટુંબ હાલ ભરૂચમાં છે. રાજા મહેતા સં. ૧૪૩૫ માં ગણો ધોળકામાં આવીને વસ્યા અને ત્યાં થોડો વખત રહીને ત્યાર પછી તેઓ જુનાગઢ આવીને વસ્યા જૂનાગઢમાં રાજા મહેતા એ રાજ્યનું મોદીપણુંકર્યું તેથી તેમના વંશજો તે અરસાથી ‘મોદી’ કહેવાયા. ગોત્ર ઉપમન્યુ અને ગોત્રદેવી અંબાજી છે. ગોત્ર ભાર્ગવ અને ગોત્રદેવી સપ્તશૃંગી છે. 

 (૧૮) નારીયેળવાળા :

આ ગોત્રમાં બીજી પાંખ ‘બંદા’ ની શાખાથી ઓળખાય છે તેમાંના એક ભાઈના વંશજો ‘નારીયેળવાળા’ ની અટકથી ઓળખાય છે. ગોત્ર ભારદ્રાજ તથા ગોત્રદેવી દ્વારવાસની છે.

 (૧૯) પટેલ :

ગોત્ર વશિષ્ઠ અને ગોત્રદેવી ચામુંડા છે.

 (૨૦)પારેખ :

સવંત ૧૨૨૫ માં ગણેશ ધોળકાથી ગામ રાખોડે વસ્યા અને ત્યાં પછી તેમના વંશજો સવંત ૧૪૨૨ માં અમરેલી જઈને વસ્યા. ત્યાં વસ્તા નામના પુરુષે પારેખાપણું (સોના, ચાંદી, ઝવેરાત વગેરેનો ધંધો) કર્યો. તેથી તેઓ ‘પારેખ’ અટકથી ઓળખાયા. વસ્તા પારેખ પોતાને ત્યાં પુત્ર ન હોવાને  કારણે અનન્ય ભાવથી અમરેલીમાં વેરાઈ માતાની ઉપાસના કરી અને તેથી વેરાઈ માતાએ એમના ઉપર પ્રસન્ન થઇ તેમને પુત્રનું ફળ આપ્યું. ઉપરના કરણે તેઓની ગોત્ર દેવી તરીકે વેરે માતા પૂજાયા. વેરાઈ માતાની પ્રસન્નતાથી વસ્યા પારેખને ત્યાં ત્રણ પુત્રના જન્મ થયા તેઓ નામો : અજો, ભાણજી તથા હામજી પાડવામાં આવ્યા.

આ કુટુંબ ના પુરુષો સં. ૧૩૨૨ ની સાલ નીકાવા વસતા હતા. અને ત્યાંથી સવંત માં ધોરાજી વસ્યા તેમાં નરસીંહ મહેતા હતા. તેમના હનુમાન પ્રસન્નથયા. તેથી તે કુળના કુળદેવી ભુરખીયા હનુમાન ભજાય છે. ઉપરનું પારેખ કુટુંબ સીંગડી પારેખ અટકથી ઓળખાય છે. હાલ માં તે કુટુંબના વંશજો ભાદ્રોડ, મહુવા, રાણપર શિહોર, ખુંટવાડા, દોલતી, અમરેલી ગામોમાં રહે છે. આ ગોત્રમની પાંખ ‘બંદા’  ની શાખાથી ઓળખાય છે. અને ત્રીજી પાંખ ‘પીલા પારેખ’ ની શાખાથી ઓળખાયા છે.

 (૨૧) સંઘવી :

જગદેવ(જગડુશા) પછી કેટલીક પેઢીએ કર્ણ મહેતા થયા હતા. કર્ણ મહેતા પણ જૈન ધર્મ પાળતા હતા. એક વખત કર્ણ મહેતા મોટો સંઘ લઈને શાંત્રુજયની જાત્રા ગયા હતા તે વખતે તે ઠેકાણે પાટણના વિસા શ્રીમાળી વાણિયાનો મોટો સંધ આવ્યો અને તેમાં બન્ને સંઘ વચ્ચે પહેલી ધજા ચઢાવવા સંબંધી વાદવિવાદ થયો અને વાદવિવાદમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે જે સંઘોનો અધિપતિ લીંકતેશ્વર તથા કુંતેશ્વરના બન્ને તળાવો ઘી માં ભરવી આપે તે પહેલી ધજા ચઢાવે. આ હોડમાં કર્ણ મહેતા પોતાના સિદ્રિબથી તે બંને તળાવો ઘી હતી છલાકાવી દીધા અને તેણે પહેલી ધજા ચઢાવી. ઉપરન બનાવથી ત્યાં રહેલા સર્વ લોકો ચકિત થયા અને કારણ મહેતાને ‘સંઘવી’ નો ઈલ્કાબ આપ્યો . સં. ૮૮૫ માં તે વખતથી લઈને તેના વંશજો ‘સંઘવી’ કહેવાયા છે. આ સંઘવી કુટુંબમાં ઘણા વીર પુરુષો જન્મ્યા છે અને લોકો કલ્યાણ માટે સાત્ કાર્યો કરી ગયેલા છે. ગોત્ર શાંડિલ્ય અને ગોત્ર દેવી અંબાજી છે.

 (૨૨) શેઠ :

શેઠ કુટુંબમાં પણ અંતર્ગત જુદી જુદી શાખાઓ છે અને તે ધ્રુ શેઠ, આઘ શેઠ, પોરબંદરી શેથ વગેરે ની છે. શેઠ કુટુંબના વંશજો માંગરોળ, પોરબંદર, જામનગર, રાણાવાવ, જુનાગઢ, રાયણા, કરાંચી, ધોરાજી, મુંબઈ, રંગુન, કુંકાવાવ, જેતપુર, બગસરા, વેકરીયા, ઉપલેટા વગેરે ગામોમાં વસે છે. ઉપલેટા જેતપુર ગમોવાળા શેઠ કુટુંબમાં ગોત્ર દેવી પીઠડઆઈ પૂજાય છે.માંગરોળ શેઠ કુટુંબ ગોત્ર શાંડિલ્ય, ઉપમન્યુ, ગાર્ગસ અને કુળદેવી સામુદ્રી છે અને  તેઓ ‘આઘ શેઠ’ ની અટકથી ઓળખાય છે.

 (૨૩) સાયર :

સં. ૧૪૦૦ ની સાલમાં સોમેશ્વર કોટિલાના વખતમાં સાયર મહેતા તથા પુના મહેતા ગામ કુંડલામાં આવીને વસ્યા. કુંડલામાં કોઈ વખતે દુશ્મનો સાથે ધીંગાણું થતા તે બન્ને ભાઈઓ ધીંગાણામાં પોતાનો આત્મભોગ આપ્યો. અને તેથી તેની યાદગીરી રાખવા માટે તેમના વંશજોએ બન્નેના પાળીયા કુંડલાની નજદીકમાં બેસાડ્યા કુંડલામાં હજુ સુધી સાયરનો પાળીયો મોજુદ છે તે બન્નેના વંશજો પુના – પૂજાણી તથા સાયર કહેવાયા, ગોત્ર શાંડિલ્ય અને ગોત્રદેવી અંબાજી છે.

(૨૪) વળિયા :

વળિયા ધાંજડ ગામથી વીરપાળાના વંશજો સં. ૯૯૯ માં વળે આવીને વસ્યા તે ઉપરથી તેઓ વળિયા કહેવાયા. આ કુટુંબ વાળિયા, જલાલપુર તથા અમરેલીમાં વાસ કરે છે.

 (૨૫) વોરા :

સગાળશા શેઠે અતિથિને ભિક્ષાની અંદર પોતાનો પુત્રને વોરાવ્યો હતો તેથી તેઓ વોરા કહેવાય. ત્યાર પછી તેમના વંશજો પણ વોરાની અટકથી ઓળખાયા ગોત્ર કશ્યપ અને ગોત્રદેવી ચોરવાટેશ્વરી(ઝુંડમાતા)

(કંડુલપુરણ પુસ્તકમાંથી તારવેલું)